Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » બોમ્બે મિસળ પાઉં

બોમ્બે મિસળ પાઉં

Written By Unknown on Friday, February 19, 2016 | 10:26 AM

Misal Pav Recipe
સામગ્રી :
  • ડુંગળી સમારેલી – ૨ નંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું પાવડર
  • હળદર પાવડર
  • ગરમ મસાલો
  • ફરસાણ – ૧/૨ કપ
  • લીંબુનો રસ
  • લસણની પેસ્ટ – ૧ ચમચી
  •  ફણગાવેલા મગ – ૧ કપ
  • ફણગાવેલા મઠ – ૧ કપ
  • તેલ – ૨ ચમચી
  • હિંગ – ચપટી
  • મીઠા લીમડાના પાન
  • કોથમીર – ૨ ચમચી
રીત :
- સૌપ્રથમ ફળગાવેલા મગ અને ફળગાવેલા મઠને બરાબર સાફ કરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં હિંગ, મીઠો લીમડો અને થોડી ડુંગળી નાખી ૧ મિનિટ સુધી તેને સાંતળો.
- ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ઘાણાજીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી મિક્સ કરી ઉકળવા દો. પાણી ઉકળી જાય પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખી ૮ મિનિટ સુધી ચઢવવા દો.
- ત્યારબાદ ગેસ બંધ કરી દો. સર્વ કરતી વખતે એક બાઉલમાં ફણગાવેલા કઠોળનું મિશ્રણ ઉમેરો. ત્યારબાદ તેની પર થોડું મિશ્રણ મિક્સ કરો. છેલ્લે તેના પર થોડી ડુંગળી, કોથમીર નાખી સર્વ કરો.
SHARE

About Unknown

0 comments :

Post a Comment