Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » સુતરફેણી

સુતરફેણી

Written By Unknown on Monday, February 15, 2016 | 10:36 PM


સામગ્રી :
  • ૫૦૦ ગ્રામ રવો
  • ૫૦૦ ગ્રામ મેંદો
  • ૩ કિલોગ્રામ ખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • ઘી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
રીત :

સૌપ્રથમ રવા અને મેંદાને ભેગા કરીને તેમાં મીઠું નાખીને કઠણ કણક બાંધવી. કણકને ત્રણેક કલાક ઢાંકીને રહેવા દેવી. ત્યાર બાદ
તેને ખૂબ જ ખાંડી લેવી. હવે હાથ પર ઘી લગાવીને તેને આંગળી જેટલી ઝાડી સોટી પર તેલ લગાવીને તેના પર વીંટો વીંટાળવા. સાથે-સાથે અમળાવીને આંટી લેવી. આવી રીતે પાંચ-સાત વખત અમળાવીને સાડા ત્રણ આંટી લેવી.

ત્યારબાદ ધીમે રહીને તેમાંથી લાકડી કાઢી લેવી.આ આંટીને ઘીમાં તળવી. એક બાજુ થાય એટલે ઉથલાવીને બીજી બાજુ તળી લેવી. તૈયાર થાય એટલે ઠંડી થવા દેવી. ત્યા સુધીમાં ખાંડની ચાસણી બનાવી લેવી. આ ચાસણીમાં તણેલી આંટી નાખવી.
ચાસણી પી જાય એટલે તેની પર કાજુ-બદામ કતરી નાખીને સર્વ કરો
SHARE

About Unknown

0 comments :

Post a Comment