Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » સુરતી લોચો

સુરતી લોચો

Written By Unknown on Monday, February 15, 2016 | 10:31 PM


 સામગ્રી :
  • ૧ વાટકી ચણાની દાળ
  • ૧ ચમચી ચણાનો લોટ
  • ૧ ચમચી ક્રશ કરેલું લીલું મરચું
  • ૧ ચપટી હળદર
  • ૧/૪ ચમચી ખાવાનો સોડા
  • ૧ ખમણનો ટુકડો
  • ૨ થી ૩ ચમચા માખણ
  • ૧ ડુંગળી ઝીણી સમારેલી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદાનુસાર
  • સંચળ જરૂર મુજબ
  • શેકેલા જીરુંનો પાવડર
  • મરી સ્વાદાનુસાર
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • કોથમીરની ચટણી
 રીત : 
-  સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો.

-  તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર.


-  હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.


SHARE

About Unknown

0 comments :

Post a Comment