Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » સોયા ઉત્તપમ

સોયા ઉત્તપમ

Written By Unknown on Monday, February 15, 2016 | 10:49 PM

 સોયા ઉત્તપમ

સામગ્રી :
  • ૧/૨ કપ સોયા ફ્લેક્સ
  • ૧ કપ બટર મિલ્ક
  • ૧/૨ કો ચોખાનો લોટ
  • ૧/૨ કો સોજી
  • ૧ ટામેટું સમારેલ
  • ૧ શિમલા મરચું
  • ૧ ચમચી જીરું પાવડર
  • ૧ ડુંગળી સમારેલ
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • ૧ ચમચી સંચળ પાવડર
  • ૧/૨ ચમચી તેલ
  • ૧/૨ ચમચી ચણાની દાળ
  • ૧/૨ ચમચી અડદ દાળ
  • ૧/૨ ચમચી રાઈ
રીત :
- એક વાસણમાં તેલ ગરમ કરો, તેમાં અડદની દાળ, ચણાની દાળ, લીમડાના પત્તા અને હિંગ નાખો. ત્યારબાદ થોડી મિનિટ તેને હલાવો પછી તેમાં સોયા ફ્લેક્સ મિક્સ કરો. ત્યારબાદ તેમાં પાણી અને મીઠું મિક્સ કરો.

- તેને ત્યાં સુધી રાંધો, જ્યાં સુધી તે નરમ નાં થઈ જાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો. તેને ૧૦ મિનિટ સુધી ઠંડુ થવા દો.

-હવે તેમાં ચોખાનો લોટ, સોજી, છાશ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. તેને અડધો કલાક બંધ કરીને રાખો. હવે તવો ગરમ કરી તેના પર તેલ લગાવો.

-હવે થોડું ખીરું લઈ તવા પર રેડો અને ત્યારબાદ બધા શાકભાજી તેની ઉપર નાખો. ઉત્તપમ ચોટે નહિ માટે તેની ચારેબાજુ તેલ રેડો. ત્યારબાદ તેને કવર કરી મધ્યમ આંચ પર શેકો. તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને પલટી દો. તૈયાર છે સોયા ઉત્તપમ.
SHARE

About Unknown

0 comments :

Post a Comment