Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » સાઉથ ઇન્ડિયન સલાડ

સાઉથ ઇન્ડિયન સલાડ

Written By Unknown on Monday, February 15, 2016 | 10:43 PM

સાઉથ ઇન્ડિયન સલાડ


સામગ્રી :
  • પલાળેલ મગની દાળ ફોતરા વગરની – ૧/૨ કપ
  • સમારેલ શિમલા મરચું – ૨ ચમચી
  • લીલા મરચું – ૧
  • બારીક સમારેલ ડુંગળી – ૧
  • તાજું છીણેલુ નારિયેળ – ૨ ચમચી
  • લીંબુનો રસ – ૨ ચમચી
  • છીણેલુ ગાજર – ૧ ચમચી
  • સમારેલ કાકડી
  • કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • વઘાર માટેની સામગ્રી :
  • રાઈ – ૧/૨ ચમચી
  • અડદની દાળ – ૧/૨ ચમચી
  • લાલ મરચું – ૨
  • તેલ – ૧/૨ ચમચી
  • હિંગ – ચપટી
રીત : 

- એક મોટા બાઉલમાં બધી સામગ્રીઓ મિક્સ કરો.ત્યારબાદ ઉપરથી તેમાં રાઈનો વઘાર કરો. જો કેરીની સિઝન ચાલતી હોય તો કાચી કેરી પણ વઘારમાં નાખી શકો છો.

- કોસંબરી ઘણા શાકભાજીના મિશ્રણથી પણ તૈયાર કરી શકાય છે, જેવા કે બીટ, કોબીજ, મૂળો, ટામેટા અને મકાઈ વગેરે. તમે ઈચ્છો તો તેમાં દહીં પણ મિક્સ કરી શકો છો.

SHARE

About Unknown

0 comments :

Post a Comment