Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » સાબુદાણા મલાઈ કોફતા

સાબુદાણા મલાઈ કોફતા

Written By Unknown on Tuesday, February 16, 2016 | 9:39 AM

 સાબુદાણા મલાઈ કોફતા

 કોફતા બનવવા  ની સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ સાબુદાણા (પલાળેલા)
  • ૨૫૦ ગ્રામ પનીર
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૩ ચમચી શિંગોડાનો લોટ
  • ૩-૪ લીલા મરચા સમારેલા
  • ૧ ચમચી ઘાણા પાવડર
  • ૧/૪ ચમચી મરચું પાવડર
કરીનો મસાલો :
  • ૪ મોટા ટામેટા ક્રશ કરેલા
  • ૪ ચમચી ઘી
  • ૨ ચમચી નાળિયેર ક્રશ કરેલું
  • દોઢ ચમચી મરચું પાવડર
  • ૧ ચમચી આદુ ક્રશ કરેલું
  • ૨ ચમચી ખસખસ બીજ
  • ૧/૩ કપ દહીં
  • ૧૦૦ ગ્રામ મલાઈ અને તાજી ક્રીમ
રીત :

 - કોફતા બનાવવા બધી સામગ્રી એક સાથે મિક્સ કરી તેના નાના-નાના બોલ બનાવીને મધ્યમ આંચ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

- એક ફ્રાયપેનમાં ઘી ગરમ કરી તેમાં આદુ નાખો. હવે દહીં અને ક્રીમ સિવાય કરીની બધી સામગ્રી એકસાથે નાખી તેને હલાવો.

-હવે તેને ઢાંકીને રાખો જ્યાં સુધી તેલ છુટું ના પડે. હવે તેમાં દહીં ઉમેરો. કોફતા અને ક્રીમ નાખીને હલાવો અને ગેસ બંધ કરી લો. લીલી કોથમીર નાખી તેને ગરમાગરમ સર્વ કરો.
SHARE

About Unknown

0 comments :

Post a Comment