Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » ચોકલેટ કોકો રોલ

ચોકલેટ કોકો રોલ

Written By Unknown on Wednesday, February 10, 2016 | 11:51 PM



સામગ્રી
  • મલાઈ –૧૦૦ ગ્રામ
  • ડ્રાય કોકોનટ પાઉડર–૧૦૦ ગ્રામ 
  •  બૂરું ખાંડ – ૨ ટેબલસ્પૂન
  •  કોકો પાઉડર – ૨ ટેબલસ્પૂન
  •  ગ્લુકોઝ – ૨થી ૩ પેકેટ

રીત
 -  બિસ્કિટના નાના ટુકડા કરી બ્લેન્ડરમાં ક્રશ કરી લો.
 -  પછી તેમાં કોકો પાઉડર, એક ટીસ્પૂન બૂરું ખાંડ, કોકો પાઉડર અને થોડી મલાઈ મિક્સ કરી લોટ જેવું બાંધી લો.
 -  હવે બાકી રહેલી મલાઈમાં કોપરાનું છીણ અને બૂરું ખાંડ મિક્સ કરી આનો પણ લોટ બાંધી લો.
 -  ત્યારબાદ બે પ્લાસ્ટિક સીટ લઈ એક પ્લાસ્ટિક સીટ ઉપર બિસ્કિટવાળું મિશ્રણ હળવા હાથે વણી લો.
 -  બીજી પ્લાસ્ટિક સીટ ઉપર મલાઈ અને કોપરાના છીણવાળું મિશ્રણ રાખી હળવા હાથે મોટો રોટલો વણી લો.
 -  બિસ્કિટના રોટલા ઉપર કોપરાના છીણવાળો રોટલો મૂકો.
 -  ઉપર તથા નીચેના પ્લાસ્ટિકને હળવા હાથે ઉખાડી રોટલાને ધીરે ધીરે ગોળ વાળી લો.
 -  ગોળ વાળ્યા બાદ તેને એકથી સવા કલાક સુધી ફ્રીઝમાં સેટ થવા માટે મૂકો.
 -  રોલ થોડો કડક થઈ જાય એટલે બહાર કાઢી તેના એકસરખા પીસ કરી સર્વ કરો.
  
નોંધ :ગ્લુકોઝ બિસ્કિટને બદલે ચોકલેટ બિસ્કિટ લેવાં હોય તો કોકો પાઉડર ન નાખવો.
SHARE

About Unknown

0 comments :

Post a Comment